Rain

Gujarat Government Guidelines: રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીને પગલે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી, વાંચો આ મહત્વની માહિતી

અમદાવાદ, 27 ઓગષ્ટઃ Gujarat Government Guidelines: ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીને પગલે આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે પૂરની સ્થિતિ પહેલા સાવચેતી રાખવા સૂચનો કર્યા છે. આગામી દિવસોમાં રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે જેમાં પૂરની સ્થિતિ પહેલાં લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

આ પણ વાંચોઃ Jammu Kashmir Elections : ભાજપે ફરી જાહેર કરી પ્રથમ યાદી, 15માંથી 8 મુસ્લિમને ટિકિટ- વાંચો સંપૂર્ણ લિસ્ટ

ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે માર્ગદર્શિકા જાહેર કરી છે. તેમાં પૂરની સ્થિતિ પહેલાં લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. પૂરની સ્થિતિ પહેલાં આટલી સાવચેતી રાખીએ. તેમાં અફ્વા ફેલાવવી નહિ, શાંત રહેવું, ગભરાવવું નહીં. તથા સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં રહેવું જોઇએ. રેતીની કોથળીઓ મૂકી ગટર બંધ રાખો. અંગત દસ્તાવજોને વોટરપ્રુફ પેકિંગમાં રાખો. ઘર છોડતા પહેલાં ગેસ સિલિન્ડર અવશ્ય બંધ કરો. ઘર છોડતા પહેલાં વીજ પુરવઠો અવશ્ય બંધ કરો. અજાણ્યા અને ઊંડા પાણીમાં ઉતરવાનું ટાળો ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

તેમાં ચોમાસા દરમિયાન સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા નાગરિકોએ સાવચેતી અવશ્ય રાખવી જોઇએ. હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને રાજ્યમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ તથા વીજ ગર્જનાને પરિણામે સર્જાનાર પરિસ્થિતિને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે રાજ્યના નાગરિકોને પગલા લેવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા અનુરોધ કરાયો છે.

આ પણ વાંચોઃ Ladakh 5 New Districts: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખને લઈને મોટી જાહેરાત કરી, વાંચો સંપૂર્ણ વિગત

પૂરની પરિસ્થિતિ બાદ આટલું ખાસ કરો.
* સ્થાનિક સત્તાધિશો અને આકસ્મિક સેવાઓ સાથે જોડાયેલાં કાર્યકરોની સલાહ ધ્યાનથી સાંભળવી અને તેનું પાલન કરવું.
* મેલેરિયાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો.
* ક્ષતિગ્રસ્ત વીજ ઉપકરણોનો ઉપયોગ ટાળવો, ઈલેક્ટ્રિશીયન પાસે ચેક કરાવ્યા બાદ જ આવા ઉપકરણોનો ઉપયોગ કરવો.
* પૂરના પાણીથી પલળેલો ખોરાક આરોગવો નહીં
* આકસ્મિક સમયે રાહત અને બચાવ માટે અહીં દર્શાવેલા આપાતકાલિન કંટ્રોલ રૂમના ટેલિફોન નંબર ઉપર જાણ કરવી.
* બાળકોને પૂરના પાણીમાં કે પૂરના પાણીની નજીક જવા દેશો નહીં.
* તૂટેલાં વીજ થાંભલાઓ, ક્ષતિગ્રસ્ત પુલ-નાળાં, તૂટેલાં કાચ, ધારદાર ચીજવસ્તુઓ અને ભંગારથી દૂર રહેવું તથા સાવચેત રહેવું.