Gujarat Rain Update

Heavy Rain in Gujarat: ગુજરાતમાં ભારે વરસાદના કારણે કેન્દ્ર સરકાર થઇ એલર્ટ, આ જિલ્લામાં ઝડપી રાહત-બચાવ માટે મોકલી આર્મી

અમદાવાદ, 27 ઓગષ્ટઃ Heavy Rain in Gujarat: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યા છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓ અને શહેરોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે પણ ગુજરાતના વરસાદમાં રાહત-બચાવ કામગીરી પુરજોશમાં કરાવવા માટે મોટો નિર્ણય લીધો છે.

ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની 6 કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા માટે મોકલવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Government Guidelines: રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીને પગલે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી, વાંચો આ મહત્વની માહિતી

વડોદરા શહેરમાં ગત 24 કલાકમાં વરસેલા વરસાદના લીધે શહેર જળમગ્ન બની ગયું છે. વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે, જ્યારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 35 ફૂટની આસપાસ પહોંચી જતાં શહેરના 10 બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં વિશ્વામિત્રી બ્રિજ, અકોટા દાંડિયા બજાર બ્રિજ, સમા સાવલી બ્રિજ, સમા હરણી બ્રિજ, મંગલ પાંડે બ્રિજ, અટલાદરા માંજલપુર બ્રિજ, મુજ મોહુડા બ્રિજ સહિતના બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓ બચાવની કામગીરી શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 3500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરોનો વસવાટ છે. જ્યારે પણ ભારે વરસાદના લીધે નદીના પાણી શહેરમાં ઘૂસે છે. ત્યારે મગરો શહેરના માર્ગો પર જોવા મળે છે. હાલમાં મગરોની વચ્ચે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેક્સ્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં અવિરત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, અનેક ડેમો છલકાયા છે, અનેક સોસાયટીઓ જળબંબાકાર થઈ છે, ત્યારે આવી સ્થિતિ દેવભૂમિ દ્વારકામાં પણ જોવા મળી રહી છે. વરસાદની ગંભીર સ્થિતિને ધ્યાને રાખી તંત્ર દ્વારા જિલ્લામાં તેમજ પોરબંદર જિલ્લાના 14 ગામોના લોકોને નદીના પટમાં ન જવા એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણ રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્.યા છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં ભેનકવડ ગામ પાસેના વર્તુ -2 ડેમમાં ઉપવાસમાં પાણીની આવક ચાલુ રહેતા ડેમના 10 દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલાયા છે.

આ પણ વાંચોઃ Jammu Kashmir Elections : ભાજપે ફરી જાહેર કરી પ્રથમ યાદી, 15માંથી 8 મુસ્લિમને ટિકિટ- વાંચો સંપૂર્ણ લિસ્ટ

દેવભૂમિ દ્વારકા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૩ રસ્તાઓ હાલ બંધ છે. માર્ગ અને મકાન વિભાગના અહેવાલ પ્રમાણે ઓવર ટોપિંગ થવાના કારણે ખંભાળિયા તાલુકાના સલાયા ગોઇંજ રેકલેમેસન રોડ, બેહ બારા રોડ તેમજ ભાણવડ તાલુકાના ભવનેશ્વર ઝારેરા રોડ બંધ છે. જિલ્લામાં આજે સવારના 6.00 થી 12.00 વાગ્યા સુધીમાં કલ્યાણપુરમાં પાંચ ઈંચ, ખંભાળિયામાં ચાર ઈંચ, દ્વારકામાં પોણા ચાર ઈંચ, ભાણવડમાં સવા ત્રણ ઈંચ વરસાદ પડી ગયો છે.