Bhupendra Patel 1

Impact law: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને લઈને લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વાંચો વિગત

ગાંધીનગર, 24 ઓગષ્ટઃ Impact law: ઈમ્પેક્ટ કાયદાને લઈને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે ગ્રામ્ય વિસ્તારમાં બિનઅધિકૃત બાંધકામ નિયમિત થઈ શકશે. 4.5 FSI સુધીના બિનઅધિકૃત બાંધકામો નિયમિત થશે.ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો એ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ Agricultural Relief Package: ખેડૂતો માટે સારા સમાચાર, ગુજરાત સરકારે 350 કરોડના કૃષિ રાહત પેકેજની કરી જાહેરાત- વાંચો વિગત

મુખ્યમંત્રીએ એવો નિર્ણય કર્યો છે કે, ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે. સાથે જ બિન અધિકૃત રહેણાંક માટે 2000 ચોરસ મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે 1000 ચોરસ મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ PM Modi Visits Ukraine: પીએમ મોદી યુક્રેનની મુલાકાતે, વડાપ્રધાને યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી

અગાઉ ખુટતા પાર્કીંગના 50 % જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કીંગની જોગવાઇ કરવી ફરજીયાત હતી, અને બાકીના 50 % ખુટતા પાર્કીંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ના જાહેરનામાંથી પાર્કીંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસુલ લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઇ હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇમ્પેક્ટ ફી અંગેના કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટુંક સમયમાં અમલી કરાશે.