નવી દિલ્હી, 23 ઓગષ્ટઃ canceled Sheikh Hasina’s passport: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુસીબતોમાં વધારો થતો જઇ રહ્યો છે. 5 ઓગસ્ટે પોતાનો જીવ બચાવવા માટે ઢાકાથી ભારત આવીને આશ્રય લેવો પડ્યો હતો. ભારત પહોંચતા પહેલા શેખ હસીનાએ વડાપ્રધાન પદ પણ છોડવું પડ્યું હતું. હવે બાંગ્લાદેશની વર્તમાન સરકારે પણ શેખ હસીનાના રાજદ્વારી પાસપોર્ટને રદ કરવાની જાહેરાત કરી છે.
Bangladesh’s interim government decides to cancel all diplomatic passports, including one with which ex-PM Sheikh Hasina has taken refuge in neighbouring India
🔗 https://t.co/QatAOfoLtI pic.twitter.com/luGIhMVR5Q— TRT World (@trtworld) August 22, 2024
આ પણ વાંચોઃ kathmandu Bus Accident: ભારતીયોને લઈ જતી બસ નદીમાં ખાબકી, 14 લોકોના મોત નિપજ્યા- 40 લોકો હતા સવાર
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશનો સત્તાવાર અથવા રાજદ્વારી પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિને 45 દિવસ સુધી વિઝા વિના ભારતમાં રહેવાની છૂટ છે. શેખ હસીનાને ભારતમાં રહેવામાં કદાચ કોઈ સમસ્યા ન આવે કારણ કે તેણે હાલમાં ભારતમાં આશરો લીધો છે, પરંતુ તે હવે અન્ય કોઈ દેશમાં જઈ શકશે નહીં.
આ પણ વાંચોઃ Heavy Rain In Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 73 તાલુકામાં વરસાદ, હજી 5 દિવસ ભારે વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે, શેખ હસીના વિરુદ્ધ 50થી વધુ કેસ નોંધાયેલા છે, જેમાં મોટાભાગે હત્યાના કેસ છે. સંયુક્ત રાષ્ટ્રની એક ટીમ પણ બાંગ્લાદેશ પહોંચી છે જે શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન થયેલા માનવાધિકાર ઉલ્લંઘનના મામલાની તપાસ કરશે. યુએનની ટીમે પોતાની પ્રાથમિક તપાસમાં શેખ હસીના પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં બાંગ્લાદેશ સરકાર ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી શકે છે.

