Devastation In Tripura

Devastation in Tripura: ત્રિપુરામાં અતિવૃષ્ટિના કારણે તબાહી, અત્યાર સુધીમાં 22 લોકોના મોત, 17 લાખ લોકોને થઇ અસર

નવી દિલ્હી, 23 ઓગષ્ટઃ Devastation in Tripura: દેશભરના રાજ્યોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ત્રિપુરામાં પણ કઇક એવી જ સ્થિતિ છે. ભારે વરસાદને કારણે ત્રિપુરામાં છેલ્લા કેટલાક દિવસોમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો ગુમ થયા છે.

આ પણ વાંચોઃ Bol Choth-Nagpacham : તહેવારોની સિઝન શરુ, આજે બોળચોથ અને નાગપાંચમ- જાણો ક્યારે છે રાંધણ છઠ્ઠ તથા શીતળા સાતમ?

તંત્રના જણાવ્યા અનુસાર ત્રિપુરામાં 450 રાહત શિબિરોમાં 65,400 લોકોએ આશ્રય લીધો છે કારણ કે ભારે વરસાદને કારણે તેમના ઘરોને નુકસાન થયું છે.

ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક પોસ્ટમાં લખ્યું છે કે સંતીરબજારના અશ્વની ત્રિપુરા પરા અને દેબીપુરમાં ભૂસ્ખલન બાદ દસ લોકો કાટમાળ નીચે દટાયા છે.

આ પણ વાંચોઃ Monkeypox alert: ભારતમાં પણ વધ્યો મંકીપોક્સનો ખતરો, હોસ્પિટલ-એરપોર્ટ પર એલર્ટ

તેમણે કહ્યું કે હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આ ન ભરી શકાય તેવી ખોટ છે. રાજ્ય સરકારે દરેક મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.