Bol Choth Nagpacham

Bol Choth-Nagpacham : તહેવારોની સિઝન શરુ, આજે બોળચોથ અને નાગપાંચમ- જાણો ક્યારે છે રાંધણ છઠ્ઠ તથા શીતળા સાતમ?

ધર્મ ડેસ્ક, 23 ઓગષ્ટઃ Bol Choth-Nagpacham : શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ તહેવારોની હારમાળા શરુ થાય છે. દશામાના વ્રત અને રક્ષાબંધનનો તહેવાર પુરો થયો છે. હવે સાતમ-આઠમની શરૂઆત થશે. સાતમ આઠમમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મિનિ વેકેશનનો માહોલ હોય છે. બોળચોથથી તહેવારની શરૂઆત થાય છે. ત્યાર પછી નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ અને જન્માષ્ટમીનો તહેવાર આવે છે. આ પછી નોમના પારણા સાથે તહેવારની પૂર્ણાહુતિ થાય છે. આવો જાણીએ કે, આ તહેવારો કઇ તારીખે આવે છે અને શું છે મહત્વ.

બોળચોથ
આ વખતે બોળચોથ 22 ઓગસ્ટ 2024ને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. તેને બહુલા ચોથ પણ કહેવામાં આવે છે. બોળચોથ 22 ઓગસ્ટના રોજ બપોરે 1.46 કલાકેથી શરુ થશે અને બીજા દિવસે 23 ઓગસ્ટના રોજ સવારે 10.38 કલાકે પૂર્ણ થશે. આ દિવસે ગાયની પૂજ કરવાનું મહત્વ છે. ગાયની પૂજા ઘણું ફળ મળે છે.

આ પણ વાંચોઃ Monkeypox alert: ભારતમાં પણ વધ્યો મંકીપોક્સનો ખતરો, હોસ્પિટલ-એરપોર્ટ પર એલર્ટ

નાગપાંચમ
નાગપંચમી કે નાગપાંચમનો તહેવાર 23 ઓગસ્ટને શુક્રવારના રોજ મનાવવામાં આવશે. નાગપંચમીની શરૂઆત 23 ઓગસ્ટની સવારે 10.38 કલાકે થશે. જ્યારે 24 ઓગસ્ટના રોજ સવારે 7.51 કલાકે તેની પૂર્ણાહૂતિ થશે. આ દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. નાગ દેવતાના મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે.

રાંધણ છઠ્ઠ
રાંધણ છઠ્ઠનો તહેવાર શનિવારને 24 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. રાંધણ છઠ્ઠની શરૂઆત 24 ઓગસ્ટની સવારે 7.41 કલાકે થશે. જ્યારે 25 ઓગસ્ટના રોજ સવારે 5.30 કલાકે પૂર્ણ થશે. રાંધણ છઠ્ઠના દિવસે ઘરે ભોજન રાંધવાની પરંપરા છે. આ દિવસે જાતજાતની વાનગીઓ બનાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ Railway Recruitment 2024 : રેલવેમાં 4000 થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણીલો અરજી કરવાની છેલ્લી તારીખ- વાંચો વિગત

શીતળા સાતમ
શીતળા સાતમનો તહેવાર રવિવારને 25 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. શીતળા સાતમની શરૂઆત 25 ઓગસ્ટની સવારે 5.30 કલાકે થશે. જ્યારે 26 ઓગસ્ટના સવારે 3.39 કલાકે પુરી થશે. શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાવાની પરંપરા છે, જેના કારણે તે દિવસે ઘરમાં ભોજન રાંધવામાં આવતું નથી. રાંધણા છઠ્ઠના દિવસે રાંધેલું ભોજન ખાવામાં આવે છે. આ દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે.

જન્માષ્ટમી
જન્માષ્ટમી એટલે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ છે. જેને દેશભરમાં ધુમધામથી મનાવવામાં આવે છે. જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટને સોમવારનો રોજ મનાવવામાં આવશે. આ વખતે આઠમ 26 ઓગસ્ટના રોજ સવારે 03:39 વાગ્યે શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ સવારે 02:19 વાગ્યે સમાપ્ત થશે.