Arvind Kejriwal

Supreme Court Refuses Kejriwal bail:લીકર પોલિસી કેસમાં કેજરીવાલ સુપ્રીમ કોર્ટે જામીન ન આપ્યા, જાણો ક્યાં સુધી રહેવુ પડશે જેલમાં?

નવી દિલ્હી, 14 ઓગષ્ટઃ Supreme Court Refuses Kejriwal bail:સુપ્રીમ કોર્ટે લીકર પોલિસી કેસ મામલે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં આ મામલે આગામી સુનાવણી 23 ઓગસ્ટ નક્કી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે અમે આ મામલે બીજા પક્ષને પણ સાંભળવા માગીએ છીએ અને એના પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આવતીકાલે સ્વતંત્રતા દિવસની દેશભરમાં ઉજવણી થવાની છે અને આ પહેલા જ આમ આદમી પાર્ટી (AAP) અને અરવિંદ કેજરીવાલને આશા હતી કે તેમને પણ મનીષ સિસોદિયા અને સંજય સિંહની જેમ સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવશે. પરંતુ એવું ન થયું અને તેમની આશા પર પાણી ફરી વળ્યું.

આ પણ વાંચોઃ Interarch Building Products IPO: કરોડોનો નફો કરતી વર્ષો જૂની કંપનીનો આવી રહ્યો છે IPO,જાણો શેરની કિંમત સહિત અન્ય વિગતો

સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટમાં કેજરીવાલની તરફેણમાં સિસોદિયાવાળી દલીલો કરાઈ હતી જે સુપ્રીમકોર્ટે સ્વીકારી નહોતી. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું હતું કે અમારા અસીલની તરફેણમાં 3 વખત જામીનના આદેશ આપી દેવાયા છે. તેમાં સેક્શન 45નો કેસ પણ સામેલ છે.

આ પણ વાંચોઃ Hardik Pandya cheated on Natasa: હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા માટે કોણ જવાબદાર? કોણે કરી ચિંટિંગ- અભિનેત્રીએ આપી હિન્ટ