બિઝનેસ ડેસ્ક, 14 ઓગષ્ટઃ Interarch Building Products IPO: કન્સ્ટ્રક્શન સોલ્યુશન્સ પ્રોવાઈડર ઈન્ટરઆર્ક બિલ્ડીંગ પ્રોડક્ટ્સ લિમિટેડે રૂ. 600 કરોડના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) માટે ઈશ્યુ પ્રાઈસ નક્કી કરી છે. IPOની ઇશ્યૂ કિંમત 850-900 રૂપિયા પ્રતિ શેર છે. આ IPO 19મી ઓગસ્ટે ખુલશે અને 21મી ઓગસ્ટે બંધ થશે. ગ્રે માર્કેટ પ્રીમિયમ વિશે વાત કરીએ તો પ્રીમિયમ 25% છે. આ પ્રીમિયમ મુજબ, શેર રૂ. 1125 પર લિસ્ટ થવાની ધારણા છે.
IPO એ રૂ. 200 કરોડ સુધીના નવા શેર અને રૂ. 400 કરોડના મૂલ્યના 44.47 લાખ શેરના વેચાણની ઓફરનું સંયોજન છે. આમ ઇશ્યૂનું કુલ કદ રૂ. 600 કરોડ થાય છે. કંપની ઇશ્યૂમાંથી મળેલી આવકનો ઉપયોગ મૂડી ખર્ચ, સિસ્ટમ અપગ્રેડેશન અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે. એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ IPO માટે બુક-રનિંગ લીડ મેનેજર તરીકે કામ કરે છે.
IPO લિસ્ટિંગ તારીખ: 26 ઓગસ્ટ 2024, એક લોટ સાઈઝ: 16 શેર, લોટ રકમ: ₹14400
Interarch Building Products Ltd એ FY23 માટે કામગીરીમાંથી આવકમાં 34.6% વૃદ્ધિ નોંધાવી છે જે ગયા વર્ષના રૂ. 834.94 કરોડથી રૂ. 1,123.93 કરોડ થઈ છે. કંપનીનો ચોખ્ખો નફો 375.54% વધીને રૂ. 81.46 કરોડ થયો છે, જે ગયા વર્ષે રૂ. 17.13 કરોડ હતો. 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા છ મહિનાની કામગીરીમાંથી આવક રૂ. 34.57 કરોડના નફા સાથે રૂ. 591.53 કરોડ હતી. કંપનીની ઓર્ડર બુક રૂ. 1,036.27 કરોડ હતી.
આ પણ વાંચોઃ Arshad meet terrorist Harris: પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડી આતંકવાદીને મળ્યો, જુઓ વાયરલ વીડિયો
નોંધનીય છે કે, કંપની પાસે ચાર ઉત્પાદન સુવિધાઓ છે, જેમાંથી બે શ્રીપેરુમ્બુદુર, તમિલનાડુમાં આવેલી છે. આ સિવાય ઉત્તરાખંડમાં પંતનગર અને કિચ્છા છે. તેના વેચાણ અને માર્કેટિંગ પ્રોજેક્ટ ચંદીગઢ, લખનૌ, કોઈમ્બતુર, ભુવનેશ્વર, રાયપુરમાં છે. કંપનીએ તેની કામગીરી 1983માં શરૂ કરી હતી અને તે ભારતમાં હાઇ-એન્ડ મેટલ ઇન્ટિરિયર પ્રોડક્ટ્સ માર્કેટમાં સામેલ છે.

