Gujarat Rain

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના આ તાલુકામાં મેઘ વરસ્યો, આજે પણ ભારે વરસાદની આગાહી

અમદાવાદ, 10 ઓગષ્ટઃ Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરમાં 2.32 ઈંચ, વડોદરામાં 2 ઈંચ, આણંદના ખંભાતમાં 1.96 ઈંચ અને ખેડાના ગળતેશ્વરમાં 1.65 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 115 તાલુકામાં એક ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન આજે (10મી ઑગષ્ટ) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચોઃ PM Modi-Rahul Meeting: પીએમ મોદી અને રાહુલ ગાંધીએ સંસદમાં કરી ‘ચાય પે ચર્ચા’ આ દિગ્ગજ નેતાઓ પણ રહ્યા હતા હાજર

હવામાન વિભાગની આગાહી અનુસાર, 10મી ઑગષ્ટ અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ Paris Olympics 2024: નીરજ ચોપરાને જેવલિન થ્રોમાં મેળવ્યો સિલ્વર મેડલ, હોકીમાં 52 વર્ષે સતત બીજો બ્રોન્ઝ

ઉલ્લેખનીય છે કે, 11મીથી 13મી ઓગષ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પમંચહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ શક્યાતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.