નવી દિલ્હી, 09 ઓગષ્ટઃ PM Modi-Rahul Meeting: લોકસભામાં ચોમાસું સત્ર બાદ કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવી છે. કાર્યવાહી સ્થગિત થયા બાદ વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ સ્પીકર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
સત્રની કાર્યવાહી સ્થગિત થતાં પહેલા લોકસભા સ્પીકરે સંસદના કામકાજનો રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. સ્પીકરે કહ્યું કે આ સત્ર દરમિયાન પ્રોડક્ટિવીટી 136% રહી.
In pictures: After the postponement of the monsoon session, a tea meeting with Lok Sabha Speaker Om Birla was attended by PM Narendra Modi, Congress MP and Leader of Opposition Rahul Gandhi, Defence Minister Rajnath Singh, Home Minister Amit Shah, and several other leaders pic.twitter.com/KNhVkAQkZ8
— IANS (@ians_india) August 9, 2024
આ પણ વાંચોઃ Paris Olympics 2024: નીરજ ચોપરાને જેવલિન થ્રોમાં મેળવ્યો સિલ્વર મેડલ, હોકીમાં 52 વર્ષે સતત બીજો બ્રોન્ઝ
જે બાદ દિગ્ગજ નેતાઓ લોકસભા સ્પીકરને મળવા માટે પહોંચ્યા જ્યાં અનૌપચારિક બેઠક પણ થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ એકબીજાનું અભિવાદન કર્યું. બેઠકમાં રાહુલ ગાંધીએ રાજનાથ સિંહને યુક્રેનની પરિસ્થિતિ અંગે પૂછ્યું, જેના પર રક્ષા મંત્રીએ જણાવ્યું કે ભારતની ચાંપતી નજર છે.
આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, કિરેન રિજિજૂ, પિયુષ ગોયલ, ચિરાગ પાસવાન પણ સામેલ થયા હતા.

