Manish Sisodia Bail

Manish Sisodia Bail : આખરે 17 મહિના બાદ જેલમાંથી છૂટ્યા મનીષ સિસોદિયા, AAP નેતાઓએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

નવી દિલ્હી, 09 ઓગષ્ટઃ Manish Sisodia Bail : દિલ્હી પૂર્વ ઉપમુખ્યમંત્રી તથા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયાને શુક્રવારે કોર્ટથી સૌથી મોટી રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપતા 17 મહિના બાદ તેઓ તિહાડ જેલમાંથી છૂટ્યા છે.


મનીષ સિસોદિયાનું જેલ બહાર સ્વાગત કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઑ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આતિષી સહિતના દિગ્ગજ નેતાઓ પણ તિહાડ જેલ બહાર ઉપસ્થિત હતા. જેલથી બહાર આવ્યા બાદ સિસોદિયા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું, કે ‘દેશનું બંધારણ નિર્દોષ લોકોને બચાવશે. તાનાશાહી સરકારથી આ બંધારણ જ બચાવશે. જલ્દી જ કેજરીવાલ પણ જેલથી બહાર આવશે. આજે મને બંધારણની શક્તિનો અનુભવ થયો છે. હું સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરું છું.’

આ પણ વાંચોઃ ICICI Lombard: ICICI લોમ્બાર્ડે વીમાક્ષેત્રની પ્રથમ ક્રાંતિકારી આરોગ્ય વીમા પ્રોડક્ટ ‘એલિવેટ’ રજૂ કરી

બીજી તરફ આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું, કે ED-CBIની પોલ ખૂલી ગઈ છે. 17 મહિના સુધી એવા વ્યક્તિને જેલમાં રાખવામાં આવ્યો જેણે શિક્ષણ વ્યવસ્થાને એક નવી દિશા આપી. અમે તો પહેલા દિવસથી કહી રહ્યા હતા કે કોર્ટમાં આ કેસ એક દિવસ પણ નહીં ટકે.