નવી દિલ્હી, 08 ઓગષ્ટઃ Waqf Amendment Bill: ચોમાસું સત્ર ચાલી રહ્યુ છે જેમાં આજે સંસદીય કાર્ય અને લઘુમતી બાબત મંત્રી કિરેન રિજિજૂએ સંશોધિત વક્ફ બિલ રજૂ કર્યું છે. જેના પર કોંગ્રેસ અને સપાના સાંસદો સહિત વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે બિલ પર સવાલ ઉઠાવ્યા હતા. ઉપરાંત બિલને ઘાર્મિક આસ્થા પર હુમલો તેમજ લોકતંત્ર વિરૂદ્ધ ગણાવ્યું હતું. દરમિયાન અખિલેશ યાદવે સ્પિકરના અધિકારો છીનવાઈ રહ્યા હોવાની વાત કરતાં ગૃહમંત્રી અમિત શાહ તેમના પર ભડકી ઉઠ્યા હતા.
સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે, વક્ફ બૉર્ડમાં સંશોધન બાદ જે બિલ લાવવામાં આવ્યું છે એ એકદમ સમજીને વિચારેલા કાવતરાં હેઠળ રજૂ કરાયું છે. વક્ફ બૉર્ડમાં બિન મુસ્લિમોને સામેલ કરવાનો શું ઉદ્દેશ્ય છે? ઇતિહાસ વાંચો. એક જિલ્લાધિકારી હતા તેમણે શું-શું કર્યું તે આપણે બધાં જાણીએ છીએ. લઘુમતીઓના અધિકારો છીનવાઈ રહ્યા છે. ભાજપ સંપૂર્ણ રીતે ભયભીત તેમજ નિરાશ છે. આ માટે તે માત્ર કેટલાક કટ્ટર સમર્થકોના સંતોષ માટે આ બિલ લાવી રહ્યું છે.
અખિલેશ યાદવે લોકસભા સ્પીકરને કહ્યું કે, મેં સાંભળ્યું છે કે તમારા અધિકારો પણ છિનવાઈ રહ્યા છે. હવે અમે બધાએ મળીને તમારા માટે પણ લડવું પડશે. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ તેમને વચ્ચે જ અટકાવતાં પોતાની સીટ પરથી ઊભા થઈ ગયા હતા અને વાંધો વ્યક્ત કરતાં કહ્યું કે, તમે ગૃહનું અપમાન કરી રહ્યા છો. તમે અધ્યક્ષના અધિકારના સંરક્ષક નથી. અહીં ગોળમાળ વાતો નહીં કરવાની.
Akhilesh Yadav: “I have heard in lobby that this Govt is snatching your rights also. We will fight for you.”
🎙Amit Shah: “Speaker’s rights are not just yours but of the entire house. You are not any ‘Rights Custodian’
~ Home Minister schooled Akhilesh within seconds 🔥😭 pic.twitter.com/sOBf660pyJ
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) August 8, 2024
સંસદમાં ચોમાસું સત્ર દરમિયાન મોદી સરકારે વક્ફ બૉર્ડ એક્ટમાં સુધારો કરવા સંશોધન બિલ લોકસભામાં રજૂ કર્યું છે. આ બિલ અંગે સંસદમાં હોબાળો જોવા મળી રહ્યો છે. સરકાર મુજબ, આ બિલ વક્ફની સંપત્તિઓની સંભાળ માટે લાવવામાં આવી રહ્યું છે. જો કે કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે, સપા તેમજ નેશનલ કૉન્ફરન્સ જેવા વિપક્ષી દળોએ બિલનો વિરોધ કરી બિલને સ્થાયી સમિતિ પાસે મોકલવાની અપીલ કરી છે.
વક્ફ શું છે?
વકફ કોઈપણ જંગમ અથવા સ્થાવર મિલકત હોઈ શકે છે જે ઇસ્લામને અનુસરતી કોઈપણ વ્યક્તિ ધાર્મિક હેતુઓ માટે દાન કરી શકે છે. આ દાનમાં આપેલી મિલકતનો કોઈ માલિક નથી. અલ્લાહને આ દાનમાં આપેલી સંપત્તિનો માલિક માનવામાં આવે છે. પરંતુ, તેને ચલાવવા માટે કેટલીક સંસ્થાઓ બનાવવામાં આવી છે.
સરકાર દ્વારા રજૂ કરાયેલ વકફ સુધારા બિલ શું છે?
છેલ્લા ઘણા દિવસોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે સરકાર વક્ફ બોર્ડમાં સંશોધન સંબંધિત બિલ સંસદમાં રજૂ કરી શકે છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ 8 ઓગસ્ટે લોકસભામાં વકફ (સુધારા) બિલ, 2024 અને મુસ્લિમ વક્ફ (રદવા) બિલ, 2024 રજૂ કર્યા હતા. 40 થી વધુ સુધારાઓ સાથે, વક્ફ (સુધારા) બિલ વર્તમાન વક્ફ કાયદામાં કેટલાક વિભાગોને દૂર કરવાની દરખાસ્ત કરે છે.
વધુમાં, બિલ વર્તમાન કાયદામાં દૂરગામી ફેરફારો કરવા માંગે છે. આમાં કેન્દ્રીય અને રાજ્ય વક્ફ બોર્ડમાં મુસ્લિમ મહિલાઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો પણ સમાવેશ થાય છે. આ સાથે કોઈપણ ધર્મના લોકો તેની સમિતિના સભ્ય બની શકે છે. આ કાયદામાં છેલ્લે 2013માં સુધારો કરવામાં આવ્યો હતો.
આ બિલથી શું બદલાશે?
વકફ એક્ટ 1995ની કલમ 40 હટાવવાનો પ્રસ્તાવ છે. આ કલમ હેઠળ, બોર્ડ પાસે કોઈ મિલકત વકફ મિલકત છે કે કેમ તે નક્કી કરવાની સત્તા હતી. આ બિલ કેન્દ્રીય પોર્ટલ અને ડેટાબેઝ દ્વારા વકફ મિલકતોની નોંધણીનો પ્રસ્તાવ મૂકે છે. નવા કાયદાના અમલના છ મહિનાની અંદર મિલકતોની વિગતો કેન્દ્રીય પોર્ટલ પર દાખલ કરવાની રહેશે.
આ બિલમાં નવી કલમ 3A, 3B અને 3C સામેલ કરવાની જોગવાઈ છે. આ વિભાગો વકફની અમુક શરતો, પોર્ટલ અને ડેટાબેઝ પર વકફની વિગતો ફાઇલ કરવા અને વકફની ખોટી ઘોષણા સાથે સંબંધિત છે. વકફની ખોટી ઘોષણા રોકવા માટે બિલમાં જોગવાઈ છે. હવે કોઈપણ મિલકતને વકફ મિલકત તરીકે રજીસ્ટર કરતા પહેલા તમામ સંબંધિતોને યોગ્ય માહિતી આપવાની રહેશે.
મુસ્લિમ મહિલાઓનું પ્રતિનિધિત્વ
આ બિલમાં કેન્દ્રીય વક્ફ કાઉન્સિલ અને રાજ્ય વક્ફ બોર્ડમાં ઓછામાં ઓછી બે મહિલાઓ હોવાનો પ્રસ્તાવ છે. આ બિલ બોહરા અને અગાખાની સમુદાયો માટે અલગ ઔકાફ બોર્ડ (ઔકાફ એ વક્ફનું બહુવચન છે) ની સ્થાપના માટે જોગવાઈ કરે છે. ફેરફાર હેઠળ, મુસ્લિમ સમુદાયોમાં શિયા, સુન્ની, બોહરા, અગાખાની અને અન્ય પછાત વર્ગોને પ્રતિનિધિત્વ આપવાનું કહેવામાં આવ્યું છે.
અગાઉ વકફ બોર્ડમાં કોઈ પણ બિન-મુસ્લિમને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કરી શકાતો ન હતો. હવે બિલના ક્લોઝ 15માં સેક્શન 23માં સુધારો કરવાનો પ્રસ્તાવ છે. કલમ 23 CEOની નિમણૂક, તેમના કાર્યકાળ અને સેવાની અન્ય શરતો સાથે સંબંધિત છે. એવી જોગવાઈ કરવામાં આવી છે કે સીઈઓ રાજ્ય સરકારના જોઈન્ટ સેક્રેટરીના રેન્કથી નીચે નહીં હોય અને તેમની કોઈપણ ધર્મની જરૂરિયાત પણ દૂર કરવામાં આવશે.
નવા બિલ મુજબ, યુનિયન કાઉન્સિલમાં હવે એક કેન્દ્રીય મંત્રી, ત્રણ સાંસદો, મુસ્લિમ સંગઠનોના ત્રણ પ્રતિનિધિઓ અને ત્રણ મુસ્લિમ કાયદા નિષ્ણાતોનો સમાવેશ થશે. તેમાં સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના બે ભૂતપૂર્વ ન્યાયાધીશો, ચાર રાષ્ટ્રીય ખ્યાતનામ વ્યક્તિઓ અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હશે.

