Paris Olympics 2024

Paris Olympics 2024: નીરજ ચોપરાને જેવલિન થ્રોમાં મેળવ્યો સિલ્વર મેડલ, હોકીમાં 52 વર્ષે સતત બીજો બ્રોન્ઝ

સ્પોર્ટ્સ ડેસ્ક, 09 ઓગષ્ટઃ Paris Olympics 2024: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. નીરજે બીજા રાઉન્ડમાં 89.45 મીટરનો થ્રો કર્યો હતો જે તમામ ખેલાડીઓમાં બીજો સૌથી શ્રેષ્ઠ થ્રો હતો. આટલું જ નહીં આ થ્રો નીરજનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ થ્રો રહ્યો છે.

નીરજ ચોપરાએ સતત બીજી વાર ઓલિમ્પિક મેડલ જીત્યો છે. નીરજ એવો પહેલો ખેલાડી છે જે વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સિલ્વર મેડલ જીત્યો હોય.

પાંચમા પ્રયાસમાં પણ નીરજ ચોપરાને નિરાશા હાથ લાગી હતી. પાંચમા રાઉન્ડમાં ફાઉલ થઈ જવાના કારણે નીરજ ખુદથી જ ખૂબ નિરાશ પણ થયો હતો. શરૂઆતના પાંચ રાઉન્ડમાંથી માત્ર એક જ થ્રો સારો રહ્યો બાકી ચાર ફાઉલ રહ્યા હતા.

આ પણ વાંચોઃ ICICI Lombard: ICICI લોમ્બાર્ડે વીમાક્ષેત્રની પ્રથમ ક્રાંતિકારી આરોગ્ય વીમા પ્રોડક્ટ ‘એલિવેટ’ રજૂ કરી

નીરજ ચોપરાએ બીજો થ્રો 89.45 મીટરનો ફેંક્યો. બીજા રાઉન્ડમાં નીરજ બીજા સ્થાન પર રહ્યો છે. પાકિસ્તાન ખેલાડી અરશદ નદીમ બીજા રાઉન્ડમાં પ્રથમ પર આવ્યો છે. અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો ફેંકી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.

નોંધનીય છે કે છઠ્ઠી ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકનું ક્વૉલિફિકેશન હતું. ભારતીય સ્ટાર નીરજ ચોપરાએ પહેલા જ પ્રયાસમાં 89.34 મીટરનો થ્રો કરીને ક્વોલિફાઈ કર્યું હતું.

હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
ભારત અને સ્પેન (IND vs SPA) વચ્ચે આજે Paris Olympics માં બ્રોન્ઝ મેડલ માટે મેચ રમાઈ હતી. જેમાં ભારતનો શાનદાર 2-1થી વિજય થયો હતો. આ ભવ્ય વિજય સાથે ભારતે 52 વર્ષ જૂના ઇતિહાસનું પુનરાવર્તન કરી પોતાના રેકોર્ડની બરાબરી કરી છે. 52 વર્ષ પહેલા ભારત હોકીમાં 1968 અને 1972માં સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યું હતું. આ વખતે ફરીથી ભારત પાસે આ રેકોર્ડની બરાબરી કરવાની તક હતી. કારણ કે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારત બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. એ સમયે ભારતે બ્રિટનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે સ્પેનને હરાવી ભારત સતત બીજી વાર બ્રોન્ઝ મેડલ જીત્યું છે.