વડોદરામાં ACમાં બ્લાસ્ટ, 6ને ઇજા
વડોદરામાં એક ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં ACની અંદર બ્લાસ્ટ થયો છે. જેના કારણે અફરા તફરી મચી છે. નવી કમિશ્નર કચેરી સામે આવેલી ઇમારતમાં આ ઓફિસ આવેલી છે. બ્લાસ્ટના કારણે 6 લોકોને ઇજા પહોંચ્યાના સમાચાર છે. તમામને સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી બે લોકો ગંભીર છે. સ્થાનિક પોલીસ સ્થળ પર આવી છે અને પ્રાથમિક તપાસ શરુ કરી છે.

