ગાંધીનગરના 207 ધાર્મિક સ્થળોને નોટિસ, હિન્દુ સંગઠનો નારાજ
ગાંધીનગર જિલ્લા તંત્ર દ્વારા શહેર અને જિલ્લાના 207 ધાર્મિક એકમોને જગ્યાના પુરાવા હોય તો રજુ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. એટલે કે જો પુરાવા ના હોય તો ધાર્મિક દબાણો દૂર કરાવામાં આવશે. હવે આ મુદ્દે હિન્દુ સંગઠનોમાં ખૂબ જ રોષ ફેલાયો છે. મંગળવારે ગાંધીનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ મુદ્દે આવેદન આપી વિરોધ કરવામાં આવશે. આ મામલે શરુઆતથી જ વિરોધ થઇ રહ્યો છે.

