બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા યજ્ઞ
એક તરફ ગુજરાતમાં જળબંબાકાર છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. જે પ્રકારે બનાસકાંઠામાં વરસાદ ખેંચાયો છે, જેને લીધે ખેડૂતોની હાલત કફોડી બની છે. ગરમીથી પણ હાલ લોકોની હાલ કપરી બની છે. જણાવી દઈએ કે, ડેમ, નદી, નાળા, તળાવ ખાલી છે જેને લઈને યજ્ઞ કરાયો છે. અને સારા વરસાદ માટે પ્રાર્થના કરાઈ છે.

