હાઈ એલર્ટ, હેલ્પલાઈન નંબર નોંધી લો
વડોદરામાં ભારે વરસાદે જનજીવન વિખેરી નાંખ્યું છે. વડોદરામાં અત્યાર સુધીમાં 14 ઇંચ વરસાદ નોંધાયો છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટી 29.13 ફૂટે પહોંચી ગઈ છે. બીજી તરફ કાલાઘોડા બ્રિજ બંધ કરાયો છે. ત્યાં લોકોની અવર-જવર બંધ કરાઈ છે. વડોદરામાં ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે. વડોદરા કોર્પોરેશન: 18002330265, इसऽ इंट्रोल ३म: 0265242592, NDRF: 9711077372, એનિમલ હેલ્પલાઈન વી કેર: 9409027166.

