Screenshot 20240725 1031132 1024x795

વિશ્વામિત્રીએ સપાટી વટાવી, લોકોમાં મગરોનો ભય

વિશ્વામિત્રીએ સપાટી વટાવી, લોકોમાં મગરોનો ભય

 

વડોદરામાં ગતરોજ ભારે વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા અને લોકોના ઘરોમાં પાણી ગરકાવ થયા હતા. અનરાધાર વરસાદથી શહેર આખુ પાણી પાણી થઈ ગયું છે. સાડા તેર ઈંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે. પૂરના પાણી શહેરમાં ઘૂસવા લાગ્યા છે. ત્યારે હજી ભારે વરસાદની આગાહી કરી છે.