ઔરંગાબાદમાં દહેજ માટે હત્યાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે લગ્નના આઠમા દિવસે પરિણીતાની તેના પતિ અને સાસરિયાઓએ હત્યા કરી નાખી હતી. આ પછી તેણે પરિણીતાના માતા-પિતાના ઘરે ફોન કરીને કહ્યું કે, તેની પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. જોકે, પરિણીતાએ તેના સાસરિયાઓ દ્વારા કરવામાં આવતા ત્રાસ અંગે તેના પરિવારજનોને અગાઉથી જ જણાવ્યું હતું. હાલ આરોપી સાસરિયાઓ ફરાર છે. અને પોલીસ તેમને શોધમાં લાગી ગઈ છે.

