Screenshot 2024 07 18 18 07 20 46 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x643

આવતીકાલથી શરૂ થશે મહિલા એશિયા કપ

મહિલા એશિયા કપ 2024ની 9મી આવૃત્તિ આવતીકાલથી શરૂ થશે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત 8મી વખત મહિલા એશિયા કપ ટાઈટલ પર કબજો કરવાનો પ્રયાસ કરશે. આવતીકાલે ભારતની પહેલી મેચ પાકિસ્તાન સાથે રમાશે. આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે. ભારત, પાકિસ્તાન, UAE અને નેપાળ ગ્રુપ Aમાં તો શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ અને મલેશિયા ગ્રુપ Bમાં છે.