Screenshot 2024 07 18 18 07 33 58 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x540

ચાંદીપુરા વાઇરસના સેમ્પલનું ટેસ્ટીંગ હવે ગાંધીનગરમાં થશે

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થતા તંત્રની ઉંઘ હરામ થઈ છે.

આજે રાજકોટમાં 3, અમદાવાદમાં 2 અને પંચમહાલ જિલ્લામાં 1 બાળકનું મોત થતા રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 35 થઈ છે. મૃત્યુઆંક વધીને 21 થયો છે. જો કે, હવે આ વાઈરસના સેમ્પલનું ટેસ્ટિંગ ગાંધીનગરમાં જ કરવામાં આવશે જેથી રિપોર્ટ માટે રાહ જોવી પડશે નહીં.