2025માં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ ત્યાં જશે કે નહીં, તે હજી નક્કી નથી. આ દરમિયાન PCBએ BCCIને ધમકી આપી છે. એક અહેવાલ અનુસાર PCBએ કહ્યું છે કે, જો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાન પણ T20 WC 2026નો બહિષ્કાર કરશે. ઉલ્લેખનીય છે કે, 2026માં યોજાનારા T20 WCની યજમાની ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરવાના છે.

