અમદાવાદના LD એન્જિનિયરીંગ કોલેજનું તંત્ર હવે જાગ્યું છે. અને LD એન્જિનિયરિંગ હોસ્ટેલમાં CCTV લગાવાનું કામકાજ શરુ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થીનો LD એન્જિનિયરિંગ હોસ્ટેલની અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો. જેથી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કોલેજ તંત્ર દ્વારા આ પગલુ લેવાયું છે.

