ચાંદીપુરા વાયરસ અંગે ગુજરાત સરકાર તરફથી સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસથી ગભરાશો નહીં, સાવચેતી જરૂરથી રાખો. બાળ દર્દીઓમાં હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબને બતાવવું.

