ગુજરાતમાં છેલ્લા ત્રણ અઠવાડિયામાં ચાંદીપુરા વાયરસે પાંચ બાળકોનો ભોગ લીધો છે. હાલ આઠ બાળકો સારવાર હેઠળ છે. જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. ત્યારે હવે ચાંદીપુરા વાયરસ રાજસ્થાનમાં પ્રવેશી ચૂક્યો છે. ઉદયપુરના બે બાળકોમાં વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. બંનેની ગુજરાતમાં સારવાર ચાલી રહી હતી. એક બાળકનું 27 જૂને મૃત્યુ થયું હતું, જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે અને તે ખતરાથી બહાર છે.

