પંજાબની જલંધર પશ્ચિમ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. AAPના ઉમેદવાર મોહિન્દરપાલ ભગતે શાનદાર જીત નોંધાવી છે. તો આ તરફ હિમાચલની દેહરા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર અને સીએમ સુખુની પત્ની કમલેશ ઠાકુરે મોટી જીત નોંધાવી છે. કોંગ્રેસ 15 વર્ષ બાદ દહેરામાં જીતી છે. આ બંને જીત ભાજપ માટે ઝટકા સમાન છે.

