અમદાવાદના રામોલમાં આવેલ ગોપાલ ડેરીમાંથી મીઠાઈના બોક્સમાંથી માખી નીકળવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેયારે ગ્રાહકે ડેરીને ફરિયાદ કરી તો તેમણે મિઠાઈ બદલી આપવાની વાત કરી હતી. અસ્વચ્છ વાતાવરણમાં આ મિઠાઈ કે ફરસાણ બનાવાતું હોવાની દહેશતને લઈને AMC કંટ્રોલમાં આ અંગેની ફરિયાદ કરીને પગલા ભરવા જણાવવામાં આવ્યું હતું.

