‘ટાઈટેનિક’ અને ‘અવતાર’ના નિર્માતાનું નિધન
હોલીવુડની દુનિયામાંથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ‘ટાઈટેનિક’ અને ‘અવતાર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવનાર નિર્માતા જોન લૈંડો હવે નથી રહ્યા. તેમણે 63 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ઓસ્કાર વિજેતા નિર્માતા જોનના નિધનથી દુનિયાભરમાં તેમના પ્રશંસકોને આંચકો લાગ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કહેવાઇ રહ્યું છે કે કેન્સરને કારણે તેમનું મોત થયું છે. તેમણે અનેક મહાન ફિલ્મો આપી છે.

