Screenshot 2024 06 28 10 38 55 13 0e31a5c608e4b9b2cbc5d36598ab48db 1024x812

વિદેશમાં વસતા ભારતીયોએ અઢળક પૈસા મોકલ્યા, ચીન પણ પાછળ.

વિદેશમાં રહેતા ભારતીયોએ દેશમાં અઢળક પૈસા મોકલ્યા છે. વર્લ્ડ બેંકના રિપોર્ટમાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર ગત નાણાકીય વર્ષ 2023-24માં વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકોએ 120 અબજ ડોલરની રકમ મોકલી છે. ગત વર્ષ કરતા આ રકમમાં 7.5 ટકાનો વધારો થયો છે. આ રિપોર્ટમાં ખાસ વાત એ છે કે ભારતમાં આવતા પૈસાનો આ આંકડો અમેરિકા કરતા બમણો છે. આ મામલે ચીન ત્રીજા સ્થાને છે.