તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના બાપુજી એટલે કે અમિત ભટ્ટને હતી આ ખરાબ આદત, ચંપક ચાચા ની આ લત વિશે જાણીને તમને પણ લાગશે નવાઈ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનેતા અમિત ભટ્ટ ચંપકચાચા ની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે ચંપકચાચા એટલેકે અમિત ભટ્ટ ને આ ખરાબ આદત હતી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. આ શોમાં ચંપકલાલનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ પણ દર્શકોના પ્રિય પાત્રોમાંથી એક છે. દર્શકો ને ચંપકલાલ અને જેઠાલાલ ની ખાટી મીઠી નોકઝોક ખુબ પસંદ આવે છે. સિરિયલ માં હંમેશા આદર્શવાદી રહેતા ચંપકલાલ એટલેકે અભિનેતા અમિત ભટ્ટ ને એક ખુબ જ ખરાબ આદત હતી. તો ચાલો જાણીયે તે કઈ ખરાબ લત અભિનેતા ને પડી હતી.
તારક મહેતા ના ચંપકચાચા છે ચેન સ્મોકર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોમાં આદર્શવાદી પાત્ર ભજવનાર અમિત ભટ્ટ ચેન સ્મોકર છે.અહેવાલો અનુસાર, અમિત ભટ્ટ શરૂઆતમાં ખૂબ બીડી પીતા હતા અને તેઓ બીડી ચેઈન સ્મોકર હતા..એવું કહેવાય છે કે જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી સાથે તેની સારી મિત્રતા છે અને તે મજાકમાં તેની સાથે દુર્વ્યવહાર પણ કરતો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ અમિત ભટ્ટને એક એપિસોડ માટે 80 હજાર રૂપિયા ફી મળે છે. અમિત ભટ્ટે કૃતિ ભટ્ટ સાથે લગ્ન કર્યા છે અને તેમને બે દીકરાઓ પણ છે.
Sors.Newscontinues

