ફરી એકવાર EVM પર સવાલો ઉભા થઈ રહ્યા છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે એલોન મસ્કની પોસ્ટ શેર કરતા કહ્યું કે, આવનારી તમામ ચૂંટણી EVMના બદલે બેલેટ પેપરથી થાય. ભાજપ પર નિશાન સાધતા અખિલેશ યાદવે એવો પણ સવાલ કર્યો હતો કે, ભાજપ માત્ર EVMનો ઉપયોગ કરીને ચૂંટણી કરાવવાનો આગ્રહ કેમ રાખે છે? મસ્કે ગઈ કાલે દાવો કર્યો હતો કે AI સાથે EVM હેક થઈ શકે છે. આનો અંત આવવો જોઈએ.

