જો તમે પણ એક ફોનમાં બે સિમનો યુઝ કરો છો તો તમારે પૈસા ચુકવવા પડશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે TRAI દ્વારા આ માટેનો પ્લાન બનાવાયો છે. દેશમાં મોબાઇલ નંબરની અછત વધતી જાય છે. ઘણા લોકો ફોનમાં બે સિમ રાખે છે પણ ઉપયોગ એકનો જ કરે છે. બીજો નંબર એમ જ પડ્યો રહે છે. જેથી હવે બે સિમ કાર્ડ રાખવા માટે ચાર્જ લેવાની યોજના બની રહી છે. સરકાર કંપનીઓ પાસેથી ચાર્જ વસુલશે અને કંપનીઓ ગ્રાહકો પાસેથી વસુલે તેવી શક્યતા છે.

