Screenshot 2024 06 14 11 54 35 46 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x794

અમદાવાદ સિવિલમાં 156મું અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત ગુપ્તદાન થકી અંગદાન કરવામાં આવ્યું છે. જેમાં 41 વર્ષીય બ્રેઈન ડેડ દર્દીએ એક લીવર, બે કિડની અને હ્રદયનું દાન કર્યું છે. મજૂરી કરતાં 41 વર્ષીય પુરુષને ગત 11 જૂને અકસ્માત નડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં બીજા દિવસે એટલે કે 12 જૂનના રોજ તબીબોએ તેને ડેડ જાહેર કર્યો હતો. જે બાદ તેમના અંગોનું ગુપ્તદાન કરાયું હતુ.