નવી દિલ્હીથી AAPના ઉમેદવાર સોમનાથ ભારતીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, CM કેજરીવાલને 3 મેના રોજ જામીન મળશે. જે રીતે EDએ સંજય સિંહના જામીનનો વિરોધ કર્યો નથી તેવી જ રીતે કેજરીવાલને પણ જામીન આપવામાં આવશે. કારણ કે ED પાસે તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી. કેજરીવાલ પાસેથી 1 રૂપિયો પણ મળ્યો નથી. પીએમ મોદીએ માત્ર ખોટા વચનો આપીને જનતાને છેતર્યા છે.

