લોકસભાની ચૂંટણીના મતદાન પહેલા ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચારમાં લાગી છે. ચૂંટણી પ્રચારમાં પાર્ટીઓએ તેમના દિગ્ગજોને મેદાને પ્રચાર માટે ઉતાર્યા છે. કોંગ્રેસના પ્રચાર માટે રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત ગુજરાત આવશે. તેમણે PM મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘મોદી કોંગ્રેસના ખોટા મેનિફેસ્ટોનો પ્રચાર કરે છે. ભાજપને તેની હારનો ડર છે. રાજસ્થાનમાં ડબલ ડિજિટ પર કોંગ્રેસ જીતશે’.

