આજે ગુજરાતમાં પીએમ મોદી એક પછી એક જંગી સભાઓ યોજી રહ્યા છે. જૂનાગઢમાં પણ તેમણે સભા સંબોધી હતી. અહીં તેમણે જુનાગઢના સંતોને વંદન કર્યા હતા. જુનાગઢમાં તેમણે કોંગ્રેસ પર આકારા પ્રહારો કર્યા હતા. અહીં તેમણે જૂનાગઢના ઈતિહાસને યાદ કરતા સરદાર પટેલના યોગદાનને યાદ કર્યું હતુ. તેમણે કહ્યું કે, તે સમયે સરદાર પટેલ જો ન હોત તો રજવાડાઓને એકઠા ન થાત અને અત્યારે જૂનાગઢ એ પાકિસ્તાન હસ્તક ચાલ્યું ગયું હોત.

