Screenshot 2024 05 02 18 23 10 64 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x793

વોટિંગ માટે ભાજપની નવી રણનીતિ

ગુજરાતમાં 7મે એ મતદાન દિવસે વધુ ગરમી પડશે તેવી આગાહી છે. દરમિયાન ભાજપનું 25 બેઠકો પર 5 લાખ લીડથી જીતવાનું લક્ષ્યાંક નબળું પડી શકે છે. તેથી ભાજપે નવી રણનીતિ બનાવી છે. ભાજપ સવારે 6થી બપોરે 1 કલાક સુધીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયત્ન કરી રહ્યું છે. બુથ લેવલના કાર્યકરો અને પેજ પ્રમુખોને આ માટે આદેશ મળ્યા છે. કારણ કે, મતદારો આકરી ગરમીમાં બપોર પછી બહાર નહિ નીકળશે તેવી શક્યતા પૂરેપૂરી રહેલી છે.