BREAKING: પાર્સલ ખોલતા જ થયો બ્લાસ્ટ
સાબરકાંઠાના વડાલીમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. આ બ્લાસ્ટ ઓનલાઈનમાં મંગાવેલ પાર્સલમાં થયો હતો. સુત્રો અનુસાર વડાલીમાં એક પરિવારે ઓનલાઈન ઈલેકટ્રોનિક સામાન મંગાવેલ જે ખોલતા જ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં એક 11 વર્ષની કિશોરી અને 30 વર્ષના યુવકનું મોત થયું છે. બન્નેના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

