ગુજરાત સ્થાપના દિવસ પર કોંગ્રેસ અને AAPએ રાજ્યને અભિનંદન પાઠવ્યા છે. કોંગ્રેસે X પર લખ્યું કે, અમે ગુજરાતના અમારા ભાઈઓ અને બહેનોને તેમના રાજ્યના સ્થાપના દિવસ પર અભિનંદન પાઠવીએ છીએ. આજે, અમે રાજ્યની સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ અને તેના સર્વાંગી વિકાસ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને નવીકરણ કરીએ છીએ. તો AAPએ સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ આપી.

