હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી
હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી આપવામાં આવી છે. આગાહી મુજબ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશે. જ્યારે આગામી ત્રણ દિવસોમાં પોરબંદર અને ભાવનગર જિલ્લામાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. જ્યારે દીવમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. કાળજાળ ગરમીને લઈ લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

