આજે દુનિયાના કેટલાક પ્રદેશોમાં અદ્દભુત ખગોળીય ઘટના બનશે. થોડી મિનીટો માટે પડછાયાઓ અદ્રશ્ય થઇ જશે. આ દિવસને ઝીરો શેડો ડે તરીકે ઓળખવામાં આવે છે. બેંગ્લોરમાં બપોરના 12.17થી 12.23 દરમિયાન સૂર્ય માથા પર સંપૂર્ણ રીતે આવી જાય છે જેના કારણે ઉભી વસ્તુઓનો પડછાયો રચાતો નથી. બેંગ્લોરમાં દર વર્ષે 24/25 એપ્રિલ અને 18 ઓગસ્ટના રોજ આ ઘટના બને છે. કન્યાકુમારી, ભોપાલ, હૈદરાબાદ, મુંબઈમાં પણ અનુભવાશે.

