સુરત જિલ્લા BJP ફેસબૂક પેજને કોઇએ હેક કરી લીધુ છે. છેલ્લા 4 દિવસમાં તેના પર 18 બીભત્સ વીડિયો અપલોડ કરાયા છે. જિલ્લા ભાજપે સાયબર સેલમાં આ બાબતે ફરિયાદ નોંધાવી દીધી છે. ભાજપની વિવિધ રેલીના વીડિયો સાથે અન્ય કેટલાક વીડિયો મુકવામાં આવતા જિલ્લાના તમામ ભાજપ કાર્યકર્તાઓ દંગ રહી ગયા હતા. સાયબર પોલીસ હાલ આ હેકર્સને શોધવામાં કામે લાગી છે.

