તેલંગાણાની હૈદરાબાદ સીટ પરથી બીજેપી ઉમેદવાર માધવી લતા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. AIMIMનો આરોપ છે કે રામ નવમી નિમિત્તે શોભા યાત્રા દરમિયાન માધવી લતાએ મસ્જિદ તરફ કાલ્પનિક તીર ચલાવીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવશે.

