Screenshot 2024 04 10 20 31 53 76 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x812

શરમ કરો, કેટલી વખત દેશનું વિભાજન કરશો: અમિત શાહ

મુસ્લિમ પર્સનલ લોને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, કોંગ્રેસ તુષ્ટિકરણ કરનારી પાર્ટી છે. કોંગ્રેસના લોકો કહે છે કે, તેઓ ફરીથી મુસ્લિમ પર્સનલ લો લાગૂ કરશે. અમિત શાહે કહ્યું, આ સ્થિતિમાં કોંગ્રેસના લોકોએ શરમ અનુભવવી જોઈએ. તેઓ આવું કહીને હજી કેટલી વખત દેશનું વિભાજન કરવાનો પ્રયાસ કરશે?