લોકસભાની ચૂંટણીની તૈયારી વચ્ચે આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ (BTP) ભારતીય ટ્રાયબલ પાર્ટીના નેતા અને આદિવાસી સમાજમાં મોટુ નામ ધરાવતા છોટુ વસાવા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમ થયો છે. મુલાકાત બાદ બંને નેતાઓએ જણાવ્યું કે, આ બેઠકમાં આગામી ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

