99951641 Fecd 4004 9d77 Fad0e05eb7b6

અમદાવાદ ખાતે યોજાયેલ ક્ષત્રિય સમાજ અને ભાજપ આગેવાનો વચ્ચેની મહત્વની બેઠક નિષફળ સાબિત થઈ છે.

 

અમદાવાદ ખાતે યોજાયેલ ક્ષત્રિય સમાજ અને ભાજપ આગેવાનો વચ્ચેની મહત્વની બેઠક નિષફળ સાબિત થઈ છે.

અમદાવાદના ગોતા રાજપૂત વિદ્યા ભવન ખાતે પુરષોતમ રૂપાલાના નિવેદનના વિવાદને લઈ બીજેપી આગેવાનો સાથે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઇ હતી જેમાં ક્ષત્રિય સમાજ રૂપાલાની ટીકીટ રદ કરવાની એક જ માંગ પર અડગ રહ્યો હતો જેને લઈ આ બેઠકમાં કોઈ સમાધાન જોવા ન મળ્યું.

જેમાં ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહ, તૃપ્તિબા, પદ્મિનીબા સહિત ક્ષત્રિય સમાજની બહેનો, અગ્રણીઓ તેમજ ભાજપના આગેવાનો આઈ કે જાડેજા, હકુભા જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક ફ્લોપ જતા ક્ષત્રિય સમાજ દ્વારા હવે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. તેઓની એક જ માંગ છે રૂપાલાની ટીકીટ રદ થાય. હવે પછી આગળ કોઈ પણ બેઠક નહીં કરવામાં આવે. જો ટીકીટ રદ નહીં થાય તો 26 બેઠકો પર અપક્ષ પર ઉમેદવારી નોંધાવવામાં આવશે અને આ વિરોધ કાર્યક્રમ યથાવત રહેશે. ગુજરાતમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ ધીમે ધીમે વંટોળનું રૂપ ધારણ કરી રહયો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે હવે આગળ શું પરિણામ કે નિરાકરણ આવશે એ તો આવનાર સમય જ બતાવાશે.