કેજરીવાલની તબિયત બગડી, ડોક્ટરોએ વ્યક્ત કરી ચિંતા
તિહાર જેલમાં મોકલવામાં આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. તબીબોએ તેના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ ડોક્ટર્સે જણાવ્યું કે, ED દ્વારા ધરપકડ કરાયા બાદ કેજરીવાલનું વજન ઘટી રહ્યું છે. તેનું વજન અત્યાર સુધીમાં 4.5 કિલો જેટલું ઘટી ગયું છે. અગાઉ અરવિંદ કેજરીવાલના બ્લડ અને શુગર લેવલમાં ઘટાડો થવાના સમાચાર હતા.

