મુદ્દામાલ સાથે ગુનામાં સંડોવાયેલ એક આરોપીની ધરપકડ કરતી એલસીબી અને એસઓજી નર્મદા પોલીસ

6b4c7e46 02df 425b B9fb 4c8ef196dbb2 300x275 1c4a4b95 3dc0 41df 820a A37ccc64a914 300x162નર્મદામાંથી 61.14લાખ ની કિંમતનો ૬૧૧.૪૫૦ કિલો ગાંજો પકડાયો

બીતાડા ચેક પોસ્ટ ઉપરથી કાજુના છોતરાની બોરીઓની આડમાં છુપાવ્યો મુદ્દામાલ

રૂ.૬૧,૧૪,૫૦૦/-ની કિંમતનો ૬૧૧.૪૫૦ કિલો સૂકા ગાંજા
અને ટેમ્પા સાથે કુલ કિ.રૂ.૬૬,૮૦,૫૧૫/-નો મુદ્દામાલ ઝડપાયો છે.

મુદ્દામાલ સાથે ગુનામાં સંડોવાયેલ એક આરોપીની ધરપકડ કરતી એલસીબી અને એસઓજી નર્મદા પોલીસ

રાજપીપલા, તા 2

નાંદોદ તાલુકાના બીતાડા ચેક પોસ્ટ ઉપરથી કાજુના છોતરાની બોરીઓની આડમાં છુપાવેલ રૂ.૬૧,૧૪,૫૦૦/- ની કિંમતનો ૬૧૧.૪૫૦ કિલો સૂકા ગાંજા અને ટેમ્પા સાથે કુલ .રૂ.૬૬,૮૦,૫૧૫/-નો મુદ્દામાલનર્મદા એલસીબી અને એસઓજી પોલીસે ઝડપ્યો છે.
મુદ્દામાલ સાથે ગુનામાં સંડોવાયેલ એક આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે

નાયબ પોલીસ અધિક્ષક વાણી દૂધાતે પત્રકાર પરિષદમાં વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો બે રાજ્યો ને અડી ને આવેલ જિલ્લો છે ત્યારે અહીં થી અન્ય રાજ્ય માં અનેક ગુનાહિત ચીજવસ્તુઓ ની હેરાફેરી થતી હોય છે ત્યારે આજે
નર્મદા પોલીસ ને મળી મોટી સફળતા આજે માણસોને ગેર કાયદેસર માદકપદાર્થોની હેરાફેરી ઉપર વોચ રાખી ઝડપી પાડવાની સુચનાને આધારે બીતાડા પાસે વાહન ચેકીંગ કરતા કેસરી કલરનો આઇસર ટેમ્પો શંકાસ્પદ જણાતા તેને રોકવા જતા આઇસર ટેમ્પામાંથીએક આરોપી કુદીને ભાગી ગયેલ. જોકે પોલીસે આઇસર ટેમ્પાને આંતરીને એક ટેમ્પા ચાલક ઝડપી પાડીઆરોપી
રાકેશકુમાર લલિતકુમાર બારીક રહે.બંકીમુહન, (ઓરિસ્સા) ને ઝડપી પાડેલ.તેમજ ફરાર
આરોપીનું નામ-ઠામ પુછતાં રબીન, રહે.ભરમપુરન હોવાનું જણાવેલ.આઇસર ટેમ્પાને ચેકકરતાં કાજુના છોતરાની બોરીઓ મળી આવેલ. આ કાજુના છોતરાની બોરીઓની નીચે મીણીયા કોથળાઓ
હતા.જે ચેક કરતાં તેમાં સેલો ટેપ દ્વારા સુકા ગાંજાના પેકેટો બનાવી આ મીણીયા થેલામાં મછુપાવેલ હતા . પોલીસે ટેમ્પા ચાલકની ધરપકડ કરી કરી તથા ફરાર આરોપીને વોન્ટેડ બતાવી NDPS એક્ટ હેઠળ રાજપીપલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરેલ છે પોલીસે ગાંજાનો જથ્થો, ટેમ્પો,ઉપરાંત
કાજુના છોતરા ભરેલ કિ.રૂ.૫૭૬૪૫/- ની કિંમતની
પ્લાસ્ટીકની 78 નંગ કોથળીઓ, દોરડું, મોબાઈલ ફોન, અન્ય દસ્તાવેજો પણ કબ્જે કર્યા છે ત્યારે હજુ નર્મદા પોલીસે આ આરોપી ને રિમાર્ડ માગી હજુ કેટલા આવા ગુના માં ફસાયેલ છે અને આનો કોણ મેન સૂત્રધાર છે એ બાબતે પોલોસે પૂછતાછ શરૂ કરી છે

 

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા