લોકસભા ના ઇતિહાસ માં સતત સાતમી વખત ટિકિટ મેળવનાર આખા બોલા મનસુખ વસાવા ફરી એકવાર નરેન્દ્રભાઈ ની ગુડબુક માંઅને પ્રજામાં હોટ ફેવરિટ બન્યા

સાંસદ મનસુખ વસાવાને સાતમી વાર ભરૂચ લોકસભા બેઠકની ટિકિટ મળતા નર્મદા ભાજપમાં ભારે ઉત્સાહ

રાજપીપલા માં સફેદ ટાવર પાસે નર્મદા જિલ્લા મહામંત્રી નીલ રાવ અને ભાજપના કાર્યકર્તાઓ આગેવાનોની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી આતશબાજી કરી ખુશી મનાવી.

A9b28e17 171b 4957 8410 56210ce79396 300x140

ગુજરાતના લોકસભા ના ઇતિહાસ માં સતત સાતમી વખત ટિકિટ મેળવનાર આખા બોલા મનસુખ વસાવા ફરી એકવાર નરેન્દ્રભાઈ ની ગુડબુક માંઅને પ્રજામાં હોટ ફેવરિટ બન્યા

પાંચ લાખથી વધુ મતોથી ભરૂચ લોકસભા જીતવાનો અટલ વિશ્વાસ વ્યક્ત કરાયો

રાજપીપલા, તા 2

ભરૂચના સાંસદ મનસુખ વસાવાને સતત સાતમી વાર ભરૂચ લોકસભા બેઠકની ટિકિટ મળતા નર્મદાજિલ્લામાં ભાજપમાં ભારે ઉત્સાહ
જોવા મળ્યો હતો. આજે સફેદ ટાવર પાસે નર્મદા જિલ્લા મહામંત્રી નીલરાવ અને ભાજપના કાર્યકર્તાઓ આગેવાનોની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી આતશબાજી કરી ખુશી મનાવી હતી

આ પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નીલ રાવે જણાવ્યું હતું કે મનસુખ વસાવા ને સતત સાતમી વખત ટિકિટ મળી છે એ મનસુખ વસાવા એ ભરૂચ નર્મદા જિલ્લામાં નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કરેલા વિકાસના કામોનું ફળ છે. નર્મદા અને ભરૂચ જિલ્લામાં અનેક વિકાસના કામો થયા છે જેનાથી લોકો ખુશ છે. છ ટર્મથી મનસુખ વસાવાને લોકોએ જીતાડ્યા છે સાતમી ટર્મ પણ ભાજપ જીતશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. અને જણાવ્યું હતું તે મનસુખભાઈ પાંચ લાખથી વધુ મતોથી આ ભરૂચ લોકસભા જીતશે

ખાસ તો એમણે ભ્રષ્ટાચાર મુક્ત પોતાનું જીવન આપ્યું છે એ સૌથી મોટો લોક સંદેશ છે અને મનસુખભાઈએ કોઈને ભ્રષ્ટાચાર કરવા પણ નથી દીધો. અડધી રાત્રે પણ પ્રજાનો ફોન ઉઠાવી પ્રજાના કામ કરવામાં હંમેશા તત્પર રહેલા મનસુખ વસાવા હવે નરેન્દ્ર મોદીના પણ ફેવરિટ બન્યા છે એ સાતમી વખત ટીકીટ આપી છે ત્યારે એ સિદ્ધ થયુ છે પ્રજાની અંદર પણ મનસુખભાઈ ની ખૂબ લોકપ્રિયતાએટલી જ છે.અને ભરૂચ બેઠક પર વિરોધીઓ ને ટક્કર આપી શકે અને જીતી શકે એવા મનસુખભાઈ જ છે.

નીલ રાવે વધુમાં જણાવ્યું હતું કે સાતમી વખત પણ મનસુખભાઈ નેપાંચ લાખથી વધુ જંગી બહુમતીથી જીતાડીને આ ભરૂચ લોકસભાની બેઠક નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાંઅર્પણ કરીશું

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા