Winter Cold

Gujarat Weather: રાજ્યમાં હાલ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે… જાણો કયા શહેરનું તાપમાન સૌથી નીચું રહ્યું…..

Gujarat Weather: રાજ્યમાં હાલ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે… જાણો કયા શહેરનું તાપમાન સૌથી નીચું રહ્યું…..

 

Gujarat Weather Update: 16, જાન્યુઆરી, ગુજરાત, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. પાંચ શહેરોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું ગયું છે. જ્યારે છ ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર શહેર રહ્યું. તો અમદાવાદમાં ઉત્તરાયણની રાત સિઝનની સૌથી ઠંડી બની રહી હતી. ગુરુવારે રાત્રે અમદાવાદમાં 11.5 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું. ગઈકાલ રાત્રિના સૂસવાટાભર્યા પવનથી ઠંડીની તીવ્રતા વધારે રહી તો રાજકોટમાં 8.4, પોરબંદરમાં 8.9, ડીસામાં 9.3, નલિયામાં 9.6, વડોદરામાં 10 ડિગ્રી, ગાંધીનગરમાં 10.5, ભાવનગરમાં 10.6,ભુજમાં 12.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું. હવામાન વિભાગ મુજબ આગામી 3 દિવસ હજુ કડકડતી ઠંડી પડી શકે છે. ઉત્તર ભારતના ઠંડા પવનના કારણે ઠંડીનું જોર રહેશે.

ગુજરાતના માટોભાગના જિલ્લામાં તાપમાન 10ની આસપાસ નોંધાયું છે. રાજ્યમાં તાપમાનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે ખાસ કરીને 22 જાન્યુઆરીથી તાપમાનનો પારો ગગડવાનો અનુમાન વ્યક્ત કર્યું છે. જેથી ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં તાપમાન 10 ડિગ્રી સુધી ગગડે તેવું અનુમાન છે. તે સાથે 30 જાન્યુઆરી પછી હવામાનમાં ફેરફાર થાય તેવી શક્યતા રહેલી છે.